RSS

ટીનેજર્સ સાથેના વ્યવહારમાં તમારો અભિગમ નોન-જજમેન્ટલ હોય ત્યારે તમારા નિર્ણયોની કદર કરતાં તે આપોઆપ શીખે છે.

07 Dec

આ જગતે જોયેલા સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓમાંના એક એવાં સર આઇઝેક ન્યુટનના ગતિના ત્રણ નિયમો યાદ છે ?! ના, ગભરાતા નહી ભૌતિક વિજ્ઞાન ભણાવવા નહી બેસુ પરંતુ ન્યુટનના ત્રીજા નિયમનો સંદર્ભ ટાંકીને મારી ટીનેજર્સ સાથે અસરકારક સંવાદ(ઇફેક્ટીવ કોમ્યુનીકેશન) સાધવા માટેની વાતો આગળ ધપાવવી છે. ચાલો એમ કરીએ હું વાત આગળ ધપાવું ત્યાં સુધી તમે સાથે સાથે ન્યુટનનો ત્રીજો નિયમ પણ યાદ કરો.
તમારા ટીનેજર્સ સાથેના સંબંધો ગતિશીલ અર્થાત ‘ડાયનેમિક’ હોવા અનિવાર્ય છે અને તે માટે તમારી વચ્ચે ગતિ ઉત્પન્ન કરતી આંતરક્રિયાઓ થવી પણ એટલી જ જરૂરી છે. આ આંતરક્રિયાઓ (ઈન્ટરેક્શનસ્) એટલે તમારી ક્રિયા(એક્શન) અને સામે એમની પ્રતિક્રિયા(રીએક્શન), એમની ક્રિયા અને સામે તમારી પ્રતિક્રિયા. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં એમને તમારી ક્રિયાઓ-સલાહો અને તમને એમની પ્રતિક્રિયાઓ-વિરોધો સામે વાંધા હોય છે. આ વાંધાઓની વચ્ચે પણ મા-બાપો ક્યારે’ય ક્રિયા-પ્રતિક્રિયાથી દૂર નથી રહી શકતા, ટીનેજર્સ રહી શકે છે.એથી’ય મહત્વની વાત એ છે કે જે સંબંધોમાં ટીનેજર્સ પ્રતિક્રિયાઓ નથી આપતા તે સંબંધો ક્યાંક તો ગતિશૂન્ય હોય છે અને ક્યાંક તો યંત્રવત ! આ ગતિશૂન્યતા કે યંત્રવતતા તમારા સંતાનો સાથેના સંબંધો માટે ખતરનાક છે. તમારા સંતાનો સાથે તમારું ભવિષ્ય જોડાયેલું છે અને જો નાની ઉંમરથી જ તમારે એમની સાથે એક અંતર પડી ગયું તો સમગ્ર જીવન દરમ્યાન અવાર-નવાર વિવિધ રીતે તમારા સંબંધોમાં એ તણાવ ઉત્પન્ન કરતું રહેશે! ટૂંકમાં, તમારા ટીનેજર્સ સાથેના સંબંધોમાં અનિવાર્ય એવી ગતિશીલતા કે ‘ડાયનેમિઝમ’ ઉભી કરવા કે જાળવવા તમારી આંતરક્રિયાઓ (ક્રિયા-પ્રતિક્રિયાઓ) અંગે સતત જાગૃત રહેવું જરૂરી છે.
હવે આ તબક્કે ન્યુટનના નિયમનો એક સંદર્ભ ટાંકવો છે. ન્યુટનનો આ નિયમ ગતિના સંદર્ભમાં છે અને આપણને ટીનેજર્સની સાથે ગતિમય સંબંધો જાળવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય તેવો છે. ‘દરેક ક્રિયાની સમાન અને વિપરીત પ્રતિક્રિયા હોય છે’(ફોર એવરી એક્શન ધેર ઇઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝીટ રીએક્શન) આ ન્યુટનનો ત્રીજો નિયમ છે પરંતુ મારું માનો તો ટીનેજર્સ સાથેના વ્યવહારનો આ પહેલો નિયમ છે. તમે જે રીતે એમની સાથે વ્યવહાર કરશો બરાબર તેજ રીતે એ તમારી સાથે વર્તશે. અલબત્ત, ક્યારેક ખુલ્લંખુલ્લા અને ક્યારેક આડકતરી રીતે તમારી જાણ બહાર ! તમે એમની પાસેથી ઇચ્છનીય પ્રતિક્રિયાઓ ઇચ્છતા હોવ તો તમારી ક્રિયાઓ પણ ઇચ્છનીય રાખવી પડશે. તમારી ભાષા, ટોન, એમના સ્વમાનની જાળવણી વગેરે બધું જ અગત્યનું છે. જરૂરી નથી કે એમની બધી જ પ્રતિક્રિયાઓ તમને ખબર પડે એવી જ હોય પરંતુ એ નક્કી તમારી ક્રિયાઓ પર આધારિત હોવાની. દા.ત. તમને બહુ પ્રશ્નો પૂછવાની આદત હશે તો એ પહેલાં પ્રશ્નનો જ એટલી ઉદ્ધતાઈથી કે ઉડાઉ જવાબ આપશે કે તમે આગળ કંઈ પૂછો જ નહી અથવા તમારી મૂળ ઇન્ક્વાયરી બાજુ પર રહી જાય અને વાત બીજા રસ્તે ચઢી જાય.વર્તનની સમસ્યા માટે મારી પાસે લાવવામાં આવતા અનેક કિશોરો સાથેની વાતચીતમા જાણવા મળેલી આ વાત છે કે જો એક પ્રશ્નનો સરખો જવાબ આપીએ તો પાછળ બીજા પાંચ પ્રશ્નો આવે તેથી ઉડાઉ જવાબ આપવા જ સારા ! તમારી પ્રશ્નોતારીથી બચવા માટે જ આ લોકો મોબાઈલ ઉંધા મૂકે છે, સાયલન્ટ મોડ પર રાખે છે અને કોલ કરીને વાત કરવાને બદલે મેસેન્જરથી વાત કરે છે ! સમજવાની વાત એ છે કે એમની પ્રતિક્રિયાઓથી અકળાવા કે મૂંઝાવાને બદલે તમારા વર્તન-વ્યવહારને સતત મૂલવતા રહો અને તેમાં ઇચ્છનીય ફેરફાર કરો, ન્યુટનના ત્રીજા નિયમ મુજબ તમારા ટીનેજર્સમાં પણ ઇચ્છનીય ફેરફારો આપોઆપ આવશે.હા, અગાઉના લેખોમાં અવાર-નવાર જણાવ્યું તેમ ધીરજ ની કસોટી ચોક્કસ થશે.
તમે ગમે તેટલું સૌજન્ય બતાવો તો પણ ટીનેજર્સ તો તેમના મૂડ-સ્વીંગસ્ પ્રમાણે જ વર્તવાના છે, તેમનું આ ઉંમર સહજ વર્તન છે. આ તબક્કે તમારી પાસે એમની કહેવાયેલી વાતો વચ્ચે છુપાઈને રહેતી ના કહેવાયેલી વાતો કે ના વ્યક્ત થયેલી લાગણીઓ સમજવાની કળા હોય તો તમે એમની સાથે સંવાદનો એક મજબૂત સેતુ બાંધી શકો છો. જરૂરી નથી કે બધી જ વ્યક્તિઓ કહેવાયેલી વાતોની વચ્ચે રહેલી વણ-કહેવાયેલી વાતો કે અવ્યક્ત લાગણીઓ સહેલાઈથી કળી જાય. પરંતુ, તમારા સંતાનો સાથેની આંતરક્રિયાઓ અને એમની દરેક બાબતે અભિવ્યક્તિઓ પરત્વે જાગૃત રહીને એમની માનસિકતાથી વિચારવાનું વલણ તમને આ બાબતમાં પાવરધા બનાવી શકે. આવા વલણનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમારા સંતાનોને તમારામાં એક વિશ્વાસ ઉત્પન્ન થાય છે કે તમે એમને સમજી શકશો અને તે વાતચીતમાં ખુલતા જાય છે.
આ ઉપરાંત તમારા સંતાન સાથેની તમારી આંતરક્રિયાઓમા બે અત્યંત જરૂરી એવી બાબતો એ છે કે હંમેશા એમને પોતાની લાગણીઓ દર્શાવવા પ્રોત્સાહિત કરતાં રહો અને એમની સાથેના વ્યવહારમાં અનિર્ણિત (નોન જજમેન્ટલ) રહીને એમને સમજવાની કોશિશ કરો. જ્યારે તમે અનિર્ણિત રહો છો ત્યારે એ તમારા નિર્ણયની કદર કરતાં આપોઆપ શીખે છે અને તમે જે ઈચ્છો છો તેમ એ તમને સાંભળે છે, માને છે અને અનુસરે છે.

પૂર્ણવિરામ
પોતાની ક્રિયાઓ ઉપર યોગ્ય નિયંત્રણ; અન્યની પ્રતિક્રિયાઓ ઉપર કાબુ ધરાવવાની આવડતમાં આપોઆપ નિપુણ બનાવે છે.

action reaction final with frame 1

Advertisements
 

Tags: , , , ,

One response to “ટીનેજર્સ સાથેના વ્યવહારમાં તમારો અભિગમ નોન-જજમેન્ટલ હોય ત્યારે તમારા નિર્ણયોની કદર કરતાં તે આપોઆપ શીખે છે.

  1. Pushpa Rathod

    August 10, 2013 at 10:44 am

    VAVSO EJ LANSO

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: