RSS

કોઈપણ વ્યક્તિને દુરથી ચાહવું જેટલું સહેલું હોય છે એટલું નજદીકથી ચાહવું સહેલું નથી હોતું !

08 Aug

જેમના મૃત્યુ પહેલાં જ શ્રદ્ધાંજલિ રૂપે તેમની ફિલ્મોના ગીતો વગાડીને અને વાતો કરીને થાકી ગયેલા મીડિયાને અંતે બ્રેકિંગ ન્યુઝ મળ્યા, સુપરસ્ટાર રાજેશ ખન્ના ગયા. થાકીને આરામ કરવાનું વિચારતા મનને થોડે દૂર સફરનો અંતિમ મુકામ દેખાય ત્યારે મન બદલાય અને પગમાં નવું જોમ આવે તેમ આ બ્રેકિંગ ન્યુઝની સાથે જ ચેનલો ફરી મચી પડી ! એમના સ્ટારડમની વાતો બધાએ વાગોળી વાગોળીને ચ્યુંઈંગમની જેમ ચગળી નાખી. આપણને બધાને ખબર પડી ગઈ (અને જે એ જમાનાના સાક્ષી છે તેમને તો ખબર જ હતી) કે છોકરીઓ એમની પાછળ સાચા ગાંડાઓ પણ ના થાય તે હદની પાગલ હતી. એમને જોવા માટે દિવસો સુધી એમના શૂટિંગ લોકેશન્સ પર ઉભી રહેતી, પોતાના લોહીથી પ્રેમપત્રો લખતી (તબીબી રીતે આ શક્ય નથી કારણ કે એકાદ બે વાક્યો લખો ત્યાં લોહી ગંઠાઈ જાય અને નવેસરથી લોહી કાઢવું પડે !), એમની ગાડીનો રંગ ચુંબનોથી પોતાની લિપસ્ટિકના રંગ જેવો કરી નાખતી(!!), એમની ગાડીથી ઉડતી ધૂળથી પોતાની સેંથી પુરતી, એમની એક ઝલકથી બેહોશ થઇ જતી વગેરે વાતો આ યુવતીઓના પાગલપનની પુષ્ટિ આપવા માટે પુરતી હતી. આ બધી જ માહિતી સાંભળ્યા, જોયા અને વાંચ્યા પછી મારા મનમાં એક જ વિચાર આવ્યો કરોડો યુવતીઓના દિલોની ધડકન કહેવાતો પુરુષ પોતાની પત્નીના દિલની ધડકન કેમ ના બની શક્યો?!! ખરેખર જોવા જઈએ તો પત્નીની જ નહી, એના જીવનમાં આવેલી કોઈપણ સ્ત્રીના દિલની ધડકન ના બની શક્યો !

રાજેશખન્નાની અંગત નજદીકીમાં સત્તાવાર રીતે પાંચ સ્ત્રીઓ આવી; દેબયાની ચોબલ(જેણે તેને સુપરસ્ટાર તરીકે મીડિયામાં જન્મ આપ્યો), અંજુ મહેન્દ્રુ, ડીમ્પલ કાપડિયા, ટીના મુનીમ અને છેલ્લે છેલ્લે પ્રગટ થયેલી અનિતા અડવાણી(આમ તો રાજેશખન્નાની સાથે તે છેલ્લાં આઠ વર્ષથી રહેતી હતી પણ મીડિયાને તેનામાં રસ ખન્નાના મૃત્યુ બાદ પડ્યો, બોલો !). સુપરસ્ટારની કમનસીબી કે આમાંની એકે’યના દિલની એ ધડકન ના બની શક્યા(એમના દિલની ધડકનો બીજા હતાં, છોડો મારે ગોસિપ નથી કરવી…). કરોડો યુવતીઓને જે તે સમયે આ બધીની ઈર્ષ્યા આવતી હશે, તેમને કેટલી’ય નસીબદાર ગણતી હશે અને આજે મનોમન સંતોષ અનુભવતી હશે કે ચાલો જે થયું તે સારું થયું. પહેલાં કંઈ પામવાને ઘેલા બનો, પામી લો તો મોહ ઉતરી જાય, ના પામી શકો તો ઝંખના રહી જાય અને છેલ્લે પામ્યા તો મોહનું વિસર્જન થાય અથવા ના પામ્યા એમાં કુદરતનો શુભ સંકેત હતો તેવું માનીને ઝંખનાનું વિસર્જન થાય એનું નામ જિંદગી ! જો આ ચક્ર પૂરું ના થાય તો આત્મા અતૃપ્ત રહી જાય, જતા પહેલાં ઝંખનાઓનું વિસર્જન અગત્યનું છે પરંતુ એ વાત ફરી ક્યારેક કરીશું અત્યારે ખન્ના સાહેબના અંગત જીવનમાં ડોકિયું ચાલુ રાખીએ..

મેં ઘણીવાર કહ્યું છે કે ‘ચાહવું’ કે ‘પ્રેમ કરવો’ એ એક ઘટના છે. ‘પ્રેમ’ માત્ર લાગણી નથી પણ લાગણીઓથી લથબથ અસ્તિત્વને તરબતર કરતી ઘટના છે. આ ઘટના સાથે ઘણી કડવી વાસ્તવિકતાઓ, ગમે કે ના ગમે, સ્વીકારો કે ના સ્વીકારો, પણ સંકળાયેલી રહે છે. આ પૈકીની જ એક વાસ્તવિકતા એ છે કે કોઈપણ વ્યક્તિને દુરથી ચાહવું જેટલું સહેલું છે એટલું નજદીકથી ચાહવું સહેલું નથી. જે વ્યક્તિને તમે ચાહતા હોવ, જેના તમે દીવાના હોવ, તેની સાથે તમે અંતરંગ સંબંધમાં રહો અને તેમ છતાં’ય તમારી ચાહત અકબંધ રહે તો તમે અને તમે જેને ચાહો છો એ બંને વ્યક્તિ નસીબદાર છો. બાકી, ચાહત અકબંધ ના રહે તો કમનસીબ નહી પણ સામાન્ય બાબત ગણવી પડે કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં સામાન્યરીતે આવું જ બનતું હોય છે. એમાં’ય ખાસ કરીને પ્રસિદ્ધ વ્યક્તિઓની માનવીય નબળાઈઓ તેમને ચાહનારાઓ ક્યારે’ય ધ્યાનમાં લેતા નથી અને સરવાળે તેમની સાથેના અંતરંગ સંબંધમાં દુઃખી થાય છે. રાજેશ ખન્નાને ચાહનારી દરેક સ્ત્રીએ તેને એક વ્યક્તિને બદલે એક સ્ટાર, એક રોમેન્ટિક હીરો તરીકે ચાહ્યો હશે. અંતરંગ સંબંધમાં તો દરેક વ્યક્તિ વત્તે-ઓછે અંશે તો માનવીય નબળાઈઓ અને સ્વભાવથી પરવશ હોઈ શકે છે, હવે સ્ટારની ઈમેજમાં તો આ હકીકતને સ્થાન જ ના હોય પછી ચાહત ટકે કેવી રીતે?! પરદા ઉપર કે જાહેરમાં સ્ત્રીઓને પોતાના પ્રણયથી મોહી લેનાર પોતાના અંગત સંબંધમાં એટલો પ્રણયમસ્ત હોય એ જરૂરી નથી, કડવું પણ સ્વીકારવું પડે એવું આ સત્ય છે. વ્યક્તિને દુરથી ચાહવામાં તમારે ચાહવા સિવાય કંઈ નથી કરવાનું પરંતુ તેની સાથે નજદીકી કેળવ્યા પછી તો તમારે તેની ઘણી નબળાઈઓ સ્વીકારવાની છે, અન્યોઅન્ય ઘણાં સમાધાનો કરવાના છે અને ત્યારે જ તો એક પરિપક્વ સંબંધ વિકસે છે.

આ ઉપરાંત સફળતા વ્યક્તિને સ્વકેન્દ્રી બનાવે છે (અથવા કદાચ સ્વકેન્દ્રી વ્યક્તિઓ જ સફળ થાય છે!) અને આ સ્વકેન્દ્રી વ્યક્તિઓ અન્યને સંબંધમાં સહેલાઈથી આકર્ષી શકે પણ તેની સાથે લાંબો સમય સંબંધ નિભાવી ના શકે. અપવાદરૂપ સંબંધો બાદ કરતાં મોટાભાગના કિસ્સાઓનું આ તથ્ય છે. કોઈપણ સફળ વ્યક્તિને ચાહતા હોઈએ ત્યારે જો આ માનસિક તૈયારી કે સ્વીકૃતિ મનમાં હોય તો એ સંબંધ ટકે છે નહિંતર સમયની સાથે સંબંધ આખો ઉડન છું ! એમાં’ય સ્વકેન્દ્રી વ્યક્તિને સફળતાનો નશો અને અહમ ઘેરી વળે પછી તો સંબંધના ચિંથરા ઉડે જ છુટકો.

સાદી સમજ એટલી જ કેળવવી પડે કે વ્યક્તિની દુન્યવી ઉપલબ્ધિઓને ચાહવી, તેનાથી પ્રભાવિત થવું કે તેની પાછળ ગાંડા થવું એ સહજ બાબત છે પરંતુ તેના થકી કેળવાતા સંબંધો સુખની ગેરંટી નથી આપતા અને સાથે સાથે તે ટકી રહેશે તેની પણ ખાત્રી નથી હોતી. જયારે વ્યક્તિના સ્વભાવ, ગુણો કે અસ્તિત્વને ચાહવું એ એક અલગ જ અનુભવ છે, તેના થકી બંધાયેલો સંબંધ તમારા જીવનમાં દરેક તબક્કે પ્રાણ ફૂંકનારો છે. તમને કોના પ્રત્યે આવી લાગણીઓ છે તેનું ભાન તમને હોય તો તે સારું છે, તમારા પ્રત્યે કોને આવી લાગણીઓ છે તેનું ભાન હોવું તે એનાથી’ય સારું છે પરંતુ તમારા પરત્વે કોઈને એવી લાગણીઓ જન્મે એવું અસ્તિત્વ સાચે જ તમારું હોય તો તે સૌથી ઉત્તમ છે !

પૂર્ણવિરામ

જેને પામવાના વિચારમાત્રથી લાગણીઓ બાગબાગ થઇ જતી હોય તેને પામ્યા પછી એ જ લાગણીઓ સાવ શુષ્ક; કોરીધાકોર પડી જાય તેમ પણ બને !!

 

Image

Advertisements
 

Tags: , , , , ,

12 responses to “કોઈપણ વ્યક્તિને દુરથી ચાહવું જેટલું સહેલું હોય છે એટલું નજદીકથી ચાહવું સહેલું નથી હોતું !

 1. Dr.Parth Dave

  August 8, 2012 at 3:43 pm

  great sir…

   
 2. Bhavisha Shah

  August 8, 2012 at 4:05 pm

  અહી કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી.તેથી, જયારે કોઈને ચાહો ત્યારે તે જેવી છે તેવી જ -તેની ખૂબીઓ અને ખામીઓ બંને સમાન દ્રષ્ટિકોણ સાથે સ્વીકારો.તેને તમારી માન્યતા કે ધારાધોરણ મુજબ ઢાળવાનો ક્યારે ય પ્રયત્ન ના કરો.સહજ સ્વાભાવિક સ્વીકાર જ સંબંધોમાં સંવાદિતા લાવી શકે.

   
 3. Larsil

  August 8, 2012 at 5:41 pm

  Well Said….

   
 4. Jayendra Ashara

  August 8, 2012 at 6:11 pm

  Nice Subject and A POINT TO PONDER…
  આકર્ષક લાગતી વય્ક્તિ આંતરિક રીતે કદરૂપી હોય શકે…
  પ્રેમ-ગુરુ બેડ-રૂમ માં નિષ્ફળ હોય શકે…
  તો… પછી… આપણે વ્યક્તિ નો સ્વભાવ અને માનસિકતા નો તાગ કઈ રીતે કાઢવો?…
  સ્વાનુભાવે એક વાત સમજાઈ છે કે કોઈપણ વ્યક્તિ થી અંજાઈ જવું કે અતિશય આકર્ષણ અનુભાવવું સ્વાભાવિક છે… પણ… જો તેમની સાથે નાં સંબંધ કે વિશ્વાસ કેળવવા માં જો થોડો-લાંબો-સમય લેવાય તો આપનું ‘judjment ‘ અને સંબંધ સફળ રહેવા ની શક્યતાઓ વધી જાય છે…
  અને હકીકતે. – મારી પાસે ઘણા એવા મજબુત દાખાલા છે કે જેઓ ૨ થી ૩ વર્ષ લીવ-ઇન-રેલાતીઓન માં રહ્યા હોય અને પછી લગ્ન કરી અને ખુબજ સુખી થયા હોય… કે … પછી નાં ફાવે અને છુટા પણ પડ્યા હોય…. પણ… આબધી વા ની પાયા-ની-વિચારધારા એમ કહે છે કે બંને-પાત્રો ની ‘વાવે-લેન્ગ્થ’ જો મળતી હોય તો જીવન પ્રેમ-સભર બની રહે છે… ફક્ત આકર્ષણ ક્યારેય સફળ નથી થતું કારણ કે આકર્ષણ અને સમજણ બેય બાજુ હોવું જરૂરી છે…

   
 5. Neha

  August 8, 2012 at 7:12 pm

  ડૉ. ભચેચ,

  ખુબજ સુંદર અને વાસ્તવિકતા થી ભરપુર લેખ. તમારા લેખ પર થી લાગ્યું કે જમાનો દાયકાઓ થી એમજ ચાલતો આવ્યો છે. લોકો સફળતા અને સફળ વ્યક્તિ પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે. આજે બધી વાત માં competition આવી ગઈ છે. ધંધામાં, ભણવામાં, વ્યવહારમાં, અને પ્રેમ માં પણ competition ??? સાચે જ, કોઈપણ વ્યક્તિને દુરથી ચાહવું જેટલું સહેલું હોય છે એટલું નજદીકથી ચાહવું સહેલું નથી હોતું ! આજે માણસ માં માણસાઈ નથી રહી. માણસ- માણસ થી દૂર થતો જાય છે!!!

   
 6. Beena

  August 9, 2012 at 12:05 am

  Very Nice article sir but when in relationship one person is successful person & he/she is self center then second person have to bare always?/ they only have to suffer?

   
  • Dr.Hansal Bhachech

   August 18, 2012 at 10:40 am

   I think you do not have any option 😦
   Yes, one thing you can do is to learn living for self so that at least you can have self-importance !

    
 7. Jyoti Shailesh Dudhwala

  August 9, 2012 at 12:15 am

  ૧૦૦% સહમત છુ તમારી વાત સામે. ઘણા ડુંગરા દુર થી જ રળિયામણા હોય છે.

   
 8. h!ren

  August 9, 2012 at 10:30 am

  very nice article sir..actually already read the article from paper…but still enjoyed to read it completely here again

   
 9. nishit bodiwala

  August 9, 2012 at 1:40 pm

  very good article sir!!!!!….very much inspiring !!!

   
 10. Manisha

  August 9, 2012 at 8:43 pm

  Awesome……article……..

   
 11. jdparmar.

  September 29, 2012 at 6:59 pm

  Awesome….sir….it is very effective article….

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: