સુખની વ્યાખ્યા વ્યક્તિ અને દેશ પ્રમાણે બદલાતી રહે છે, પ્રતિકુળ વાતાવરણમાં તમારા બાળકો સીધા રહે તેનાથી મોટું સુખ બીજું કોઈ નથી !

મેમથ, એમસ્ટરડમમાં મારો ટર્કીશ ડ્રાઈવર; સાથે હું ટર્કીના દરિયાકિનારે આવેલા રમણીય શહેર ‘અન્તાલ્યા’માં મેં ગાળેલા દિવસોની વાતો કરી રહ્યો હતો ત્યારે તેની આંખોમાં પોતાના વતનની યાદો મંડરાતી જોઈને હું જરા અટક્યો. તે મારું આ અટકવું તરત જ પામી ગયો અને અચાનક જ તેણે વાતમાં પલટી મારી ‘ ડોક્ટર એમ તો આ શહેર પણ ખુબ રમણીય છે, કુદરતી સૌન્દર્ય અહીં ઠાંસી ઠાંસીને ભર્યું છે’. પછી તો એણે એમસ્ટરડમ, ત્યાંનું જીવન, લોકો વગેરે વિશે વાતોનો પટારો ખોલ્યો. એ અલક-મલકની વાતો કર્યે જતો હતો પણ એની આંખોમાં ઊંડે ઊંડે એક ઉદાસી વંચાતી હતી. હું એની આંખોમાં વંચાઈ રહેલી ઉદાસીનતાના કારણોનો તાગ એની વાતોમાંથી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાં એણે મને પ્રશ્ન પૂછ્યો ‘ડોક્ટર તમને ખબર છે મને સૌથી મોટું સુખ કયું છે?!’ મારા જવાબની રાહ જોયા વગર જ (કદાચ એને મારી પાસેથી જવાબની અપેક્ષા પણ નહતી!) એ તેની વાતમાં આગળ વધ્યો ‘મારા ઉપર ઈશ્વરની સૌથી મોટી કૃપા એ છે કે મારી દીકરી વેશ્યા નથી અને મારો પુત્ર ગંજેરી નથી’. બસ, એની ઉદાસી વાંચવા મારા માટે એનું આ એક વાક્ય પુરતું હતું. એમસ્ટરડમની રમણીયતામાં એને બે વાત જબરદસ્ત રીતે ખુંચતી હતી, કાનુનીકૃત વેશ્યાગીરી(લીગલાઈઝ પ્રોસ્ટીટ્યુશન) અને કાનુનીકૃત નશાકારક દ્રવ્યોનું વેચાણ (ખાસ કરીને ગાંજો)! પછી; હું એને પ્રશ્નો પૂછતો ગયો, એ વાતો કરતો ગયો અને એણે જે બે પોતાના સુખ કહ્યા તે માટે તેની વૈચારિક ક્ષમતા ઉપર માન થયું. એણે કરેલી વાતો ઉપરથી મેં તારવેલી કેટલીક વાતો આપણને વિચારતી કરી મૂકે એવી છે.

એમસ્ટરડમ અને બેંગકોક વચ્ચે એક સામ્ય છે, ત્યાંની કાનુનીવૃત વેશ્યાગીરી. એમસ્ટરડમ પશ્ચિમના અને બેંગકોક પૂર્વના કુટ્ટણખાના તરીકે કુખ્યાત(પ્રખ્યાત!!) છે. આ એક સામ્યની સામે ઘણાં વિરોધાભાસ પણ છે. એમસ્ટરડમમાં આ વ્યવસાય ૧૮ વર્ષથી ઉપરની કોઈપણ સ્ત્રી પોતાની મરજીથી કરી શકે છે પરંતુ જો કોઈ અન્ય વ્યક્તિ સ્ત્રીને આ ધંધો કરવા ફરજ પાડે તો તેને માટે ખુબ આકરી સજાની કાયદાકીય જોગવાઈ છે. પરિણામે, અહીં દલાલોનું અસ્તિત્વ નથી(બેંગકોકમાં દલાલો ઘરાકો પકડી લાવે છે). સ્ત્રી પોતે જ નાનકડી ખોલી ભાડે રાખીને તેના આગળના ભાગમાં આવેલા કાચના શો કેસમાં બેસીને ધંધો કરે છે(બેંગકોકમાં મહદઅંશે દલાલોની જગ્યાઓમાં – સમુહમાં આ વ્યવસાય ચાલે છે), પોતાના આ કાનૂની વ્યવસાય થકી થતી આવક બતાવીને પ્રમાણિકતાપૂર્વક આવકવેરો ભરે છે. (બોલો, આ વેશ્યાઓ શરીર વેચે છે તેમ છતાં આવકવેરો ભરે છે અને આપણે ત્યાં નેવું ટકા ધંધાદારીઓ વસ્તુઓ વેચીને પણ એક રૂપિયાનો ટેક્સ નથી ભરતા !!) પ્રશ્ન થયો’તો મને, કે તેમની આવકની ગણતરી સરકાર(ત્યાં આપણા જેવી જ લોકશાહી અને સંસદ છે!)  કેવી રીતે કરે?! આવકવેરાને વેશ્યાઓની સરેરાશ આવક ખબર હોય અને ટેક્સ ભરે એટલે ઝાઝી માથાકૂટ ના કરે(અહીં તો આવકવેરા વિભાગ જે કર ભરતા હોય તેની પાછળ જ લાગેલા હોય,જે ફદિયું’ય ના ભરતાં હોય તેને હાથ પણ ના લગાડે !!), પોલીસો જઈને હપ્તાવાળી કે પોતાના ખિસ્સા (પથારી !) ગરમ ના કરે. સરકાર તરફથી ફરજીયાત આ વેશ્યાઓનું દર ત્રણ અઠવાડિયે મફત હેલ્થ ચેકઅપ થાય અને બીમાર માલુમ પડે તો વ્યવસાયમાંથી દૂર કરાય. પાછો આ રેડલાઈટ એરિયા કોઈ અંધારી ગલીમાં નહી પણ મુખ્ય બજારની વચ્ચે, ત્યાં નાના-મોટા સૌ કોઈ અવરજવર પણ કરે ! અરે, શાળાઓમાંથી રેડલાઈટ એરિયાની ઓરિએન્ટેશન ટુર પણ અહીંની મુલાકાત લે અને ત્યાં થતાં ન્યુડ શો માં જેટલા પુરુષ દર્શકો હોય એટલી સ્ત્રી દર્શકો પણ હોય !!

યુરોપીઅનો વીક-એન્ડમાં એમસ્ટરડમમાં ઉભરાય છે (લંડન ૩૫૬ કી.મી., પેરીસ ૪૨૯ કી.મી.), વેશ્યાવૃત્તિ માટે નહીં, ગાંજો પીવા માટે ! સમગ્ર વિશ્વમાં એકમાત્ર અહીંની સરકાર ગાંજાનો વેપાર કરે છે. અહીં લગભગ દરેક નાના-મોટા સ્ટોરમાં ઉપલબ્ધ એવો ગાંજો ખરીદવો અને પીવો કાનૂની છે. લગભગ છોકરાઓ જેટલી જ સંખ્યામાં છોકરીઓ પણ બિન્ધાસ્ત ગાંજો પીએ છે !

વિશ્વમાં કયો દેશ એવો હશે કે જ્યાં દેહનો અને કેફીદ્રવ્યોનો વ્યાપાર નહી થતો હોય?! કદાચ એક પણ દેશ નહી, અહીંના શાશકોની ગણતરી એવી છે કે બીજા દેશોની જેમ અમે પણ આને અપરાધ ગણીએ તો આ પ્રવૃતિઓ એ દેશોની જેમ ભોમભીતરમાં ચાલશે, માફીઆઓ તેમાંથી સમૃદ્ધ થશે અને ગુણવત્તા ભગવાન ભરોસે રહેશે. એના કરતાં સરકાર જ એનો વેપાર કરે, એની ગુણવત્તા જાળવે અને ધંધા ઉપર માફીઆઓનો નહી પણ પોતાનો કાબુ રાખે ! હશે, એમની વિચારસરણી એમને મુબારક પણ મને મેમથની સુખની વ્યાખ્યા બરાબર સમજાઈ કે આવા વાતાવરણમાં તમારા છોકરા સીધા રહે તેનાથી મોટું સુખ બીજું કોઈ ના હોઈ શકે અને એ માટે તમે ભગવાનનો પાડ માનો એટલો ઓછો! મને એની ઉદાસી સાવ સાચી લાગી કે આવા સરસ મજાના રમણીય દેશનું ભવિષ્ય વેશ્યાઓ અને ગંજેરીઓની વચ્ચે શું રહેશે? હવે તો બીજા દેશોમાંથી પણ યુવતીઓ દેહનો વ્યાપાર કરવા એમસ્ટરડમમાં ખડકાવા માંડી છે !

એમસ્ટરડમથી પાછા વળતાં એરપોર્ટ ઉપર જોયું કે જે રીતે આપણી નેશનલ ન્યુઝ ચેનલો ગૌહત્તીમાં યુવતી પર થયેલા અત્યાચારની વીડીઓ બતાવી બતાવીને પોતાની ટીઆરપી વધારવાની રેસમાં લાગી હતી ત્યારે મન વિચારે ચઢી ગયું કે નારી સ્વતંત્રતાની વાતો કરતાં આપણા જેવા દંભીઓ સાચા કે વાસ્તવમાં નારીઓને સ્વછંદ બનવાનો કાનૂની પરવાનો આપતા એ દેશની પ્રજા સાચી?!! દિવસભર ઉઘાડેછોગ ચાલતી ધંધાકીય જાતીય પ્રવૃતિઓ સાચી કે છાના-છપના પ્રેમના ઓઠા હેઠળ ચાલતી જાતીય છેતરામણીઓ સાચી?! પોતપોતાની સમજ જાણે અને ભગવાન જાણે !!

પૂર્ણવિરામ:

સ્ત્રીના મનમાં એક સમયે એક જ પુરુષ રહી શકે છે જયારે પુરુષના મનમાં એક સમયે, એકસાથે અનેક સ્ત્રીઓ રહી શકે છે.સમસ્યા તો એ છે કે સ્ત્રીને તે એક પુરુષ સામે’ય વાંધા હોય છે અને પુરુષને તે બધી’ય સાથે શાતા હોય છે !!

Image

One Comment Add yours

  1. Jayendra Ashara says:

    DrHansal – Absolutely right that “Every Country and its common people has a different Definition of ‘Happiness’ OR the Criteria of Happiness’ varies…”
    And the kind of Social Condition is expected according to GOVT stands on Prostitution and Opium rules… and .. still they have Mafia ruling the that land, They could not control the Mafias ar the Crime-Rate…
    What do you say – If the prohibition is there of Such Evil Substance and Way of life… do you think maximum people can save them selves from such EVIL way of life and people?… Should they try fighting the Mafias OR legalize Mafia activity?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s